આજે નવસારી સ્ટેશન ખાતે વંદેભારત ટ્રેનને લીલી ઝંડી બતાવતા ખૂબ આનંદની લાગણી અનુભવી. નવસારી રેલ્વે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ મળે એ માટે રજૂઆત કરી હતી, રજૂઆતને ધ્યાનમાં રાખી નવસારીનાં નાગરિકોની સુખાકારી અને સુગમતા માટે વંદેભારત ટ્રેનને નવસારી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે ! નવસારીનાં સૌ નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.