માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દરેક સેક્ટર અને દરેક વર્ગનાં લોકો માટે 180થી વધુ યોજનાઓ બનાવી છે. આ યોજના જન-જન સુધી પહોંચે એ માટે બનાવવામાં આવેલી એપ્લીકેશનને ડાઉનલોડ કરી એનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે 2025 સુધીમાં સમગ્ર દેશમાંથી ટી.બી.નાબૂદ કરવાનો સંકલ્પ કર્યો છે, આ સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લાનાં ટી.બીનાં દર્દીઓ સ્વસ્થ થાય એ માટેની સંપૂર્ણ કાળજી લેવા અપીલ કરી.
સુપોષણ અભિયાનમાં 17 જેટલી મોટી દૂધની ડેરીઓ, જેમાં ભાજપનાં આગેવાનો પોતાની સેવા આપી રહ્યા છે એમણે 6 મહિના સુધી વિનામૂલ્યે દૂધ આપી બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા સામાજિક પહેલ કરી છે એમને અભિનંદન પાઠવ્યા.