આજે ગુજરાત સાયન્સ સિટી ખાતે આપણા લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષની ઉજવણી અંતર્ગત ‘સમિટ ઑફ સક્સેસ’ કાર્યક્રમ યોજાયો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી શ્રીનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આપણું ગુજરાત આજે સમગ્ર દેશના વિકાસનું ગ્રોથ એન્જીન છે, જેની પાછળ માનનીય પ્રધાનમંત્રી શ્રીની દિર્ઘદ્રષ્ટિ કારણભૂત છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે સમગ્ર દુનિયાનાં એમણે ગુજરાતનાં આંગણે આવકારી હતી.
આ સમિટમાં ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીશ્રીઓ અને ઉદ્યોગજગતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં.