સંતો-સમાજ સુધારકો, સ્વંત્રતા સેનાનીઓની પાવન ભૂમિ ગુજરાતનાં ધબકાર સમા ગૌરવવંતા રાજકોટ ખાતે આજે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી.નડ્ડાજીની અધ્યક્ષતામાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેવાનું ગૌરવ સાંપડ્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે “હર ઘર તિરંગા” અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકોને જોડાવા આહવાન કર્યુ છે, આજે રાજકોટમાં યોજાયેલી તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ જોડાઇ પ્રધાનમંત્રી શ્રીનાં આહવાનને વધાવી લીધું !
આ અવસરે વરિષ્ઠ અગ્રણી શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઇ મોકરીયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.