છેલ્લા 27 વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને તમારી સેવા કરવાની તક આપી તમે સૌએ અવિરત સ્નેહ વરસાવ્યો છે. છેલ્લા 27 વર્ષોમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓનાં અથાક પરિશ્રમથી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ‘સંકલ્પ પત્ર-2022’ નું વિમોચન કર્યું. અગ્રેસર ગુજરાત અભિયાન થકી-કરોડો ગુજરાતવાસીઓએ જે સૂચનો મોકલ્યા એ સૌ સૂચનોનો અમે આ સંકલ્પ પત્રમાં સમાવિષ્ટ કર્યો છે. આ સંકલ્પ પત્ર ભારતીય જનતા પાર્ટીનું વિઝન છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબએ જોયેલા ન્યૂ ઇન્ડિયાનાં સ્વપ્નની આધારશિલા છે. આ તમે ઇચ્છેલા ગુજરાતની પરિકલ્પના છે.