આજે “શાળા પ્રવેશોત્સવ” અંતર્ગત નવસારી જિલ્લાના છાપરા, ઈટાળવા, વકાસરીયા અને તિઘરા પ્રાથમિક શાળાઓનાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી અનોખો આનંદ પ્રાપ્ત થયો. વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યનાં આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.