19
September, 2025
Start Event Date
September 19, 2025 @ 6:30 pmEnd Event Date
September 19, 2025 @ 7:30 pm- This event has passed.
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
વિકસિત ભારતને આત્મનિર્ભરતા તરફ લઇ જવાનો મૂળ મંત્ર છે વોકલ ફોર લોકલ…..
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશને “વોકલ ફોર લોકલ”નો મંત્ર આપ્યો છે. આ મંત્ર સાથે આગામી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જયંતી અટલ બિહારી વાજપેયીજીની જયંતી 25 સપ્ટેમ્બર થી 25 ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, અભિયાનના રાષ્ટ્રીય સહ ઇન્ચાર્જ અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી ડૉ.ભોલા સિંહજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ કાર્યશાળાને સંબોધિત કરી. જરૂરી સૂચનો અને માર્ગદર્શન પાઠવ્યા.
આ કાર્યશાળામાં પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સંયોજક શ્રી પ્રદીપસિંહ જાડેજા, સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.









