વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો
વડોદરાનાં પાદરા ખાતે 146-પાદરા વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દિનુમામા અને એમનાં સમર્થકોને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા.
આ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્યશ્રીઓ શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ પટેલ, શ્રી કેયુરભાઈ રોકડીયા,જિલ્લા પ્રભારી શ્રી રાજેશભાઈ પાઠક, વડોદરા જિલ્લા પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી ડૉ. વિજયભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ, પ્રદેશ સહપ્રવક્તા ડો.ભરતભાઇ ડાંગર સહિત પદાધિકારીઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.