ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને ગુજરાત મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ પણ છે !! આજે દાંડીકૂચ દિવસનાં પુણ્ય અવસરે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ‘આશ્રમભૂમિ વંદના’ કાર્યક્રમમાં મહાત્મા ગાંધી આશ્રમના પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.
સાબરમતી આશ્રમનાં પાયામાં ગાંધીજીનાં અગિયાર વ્રતો રહેલા છે, સત્ય અને અહિંસાનાં મૂળ સાચવીને બેઠેલા સાબરમતી આશ્રમની ભૂમિકા ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની રહી છે.
55 એકર વિસ્તારમાં રૂ. 1200 કરોડના ખર્ચે આ આશ્રમનું પુન:નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે આવનારી અનેક પેઢીઓને આ આશ્રમ ગાંધીનાં મૂલ્યો અને ભારતનાં સંસ્કારો સાથે પરિચય કરાવતો રહેશે.
મહાત્મા ગાંધીજીનાં શ્વાસથી સીંચાયેલા આ આશ્રમનાં પુન:નિર્માણ બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું અને પૂજ્ય બાપુનાં ચરણોમાં કોટિ કોટિ વંદન કરું છું.