સમગ્ર ગુજરાત સુપોષિત થાય એ માટે સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ ખાતે બાળકોને સુપોષણ કીટ વિતરિત કરી, આશીર્વાદ પાઠવ્યા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા.