સુરત ખાતે આજનો દિવસ ઐતિહાસિક દિવસ હતો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત દોઢ લાખ લોકોએ યોગાભ્યાસ કરી વિક્રમ સર્જ્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ ઐતિહાસિક કાર્યક્રમમાં યોગ તાલીમકર્મીઓનું પુરસ્કારથી સન્માન કર્યું અને યોગના વિવિધ પાસાઓને આવરી લેતી કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું.
યોગ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિશ્વભરનાં લોકોને યોગ માટે જાગૃત કર્યા છે.