માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં માર્ગદર્શન પાઠવ્યું.
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પેજ સમિતિના સોફ્ટવેર અંગે યોજાયેલી કાર્યશાળામાં માર્ગદર્શન પાઠવ્યું.
વિધાનસભાની ચૂંટણીમાં ભવ્યાતિભવ્ય વિજયને એક વર્ષ પૂર્ણ થયું, આ વિજય પાછળ પેજ સમિતિનો પણ મહત્વપૂર્ણ ફાળો હતો, આ અંગે સૌને શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પ્રદેશ હોદ્દેદારો, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા/મહાનગર પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.