માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીનાં પ્રજાપ્રિય સુશાસનનાં 23 વર્ષની પરિપૂર્ણતા પ્રસંગે આજે સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી તરફથી યોજાયેલા સુપોષણ કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભૂલકાંઓને સુપોષણ કીટ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ભારતમાં સુપોષણ અભિયાન ચાલી રહ્યું છે, જેનો હેતુ કુપોષિત બાળકોને-મહિલાઓને સુપોષણ અને સ્વસ્થ ભવિષ્ય મળી રહે એ છે ! આજે આ બાળકોને સુપોષણ કીટ અર્પણ કરતા ધન્યતાની લાગણી અનુભવી.