માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા, જન-જનની સુખાકારીમાં ઉમેરો કરવા, વિકાસની ગતિને હજી વધુ વેગવંતી બનાવવા, ભારત વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને-એ માટેનાં મોદી સાહેબનાં સફળ પ્રયાસોમાં આહુતિ આપવાનાં સંકલ્પ સાથે આજે નવસારી લોકસભાનાં ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું.

નવસારીની જનતાએ અપાર સ્નેહ અને હૂંફ આપ્યા છે. એમણે મૂકેલા વિશ્વાસે, એમનાં સાથ અને સહકારે મને હંમેશા અનેરી ઉર્જા પ્રદાન કરી છે. સૌનાં સહિયારા પ્રયાસોથી વીતેલા વર્ષોમાં નવસારીનાં વિકાસને નિતનવી પાંખો પહેરાવી છે, હવે આવનારા વર્ષોમાં નવસારીનો વિકાસ વધુ ગતિમાન બને અને દેશમાં, વિશ્વ ફલક પર નવસારીનું નામ વધુ મજબૂત બને એ માટે કટીબદ્ધ છું.
આજે ઉમેદવારી પત્રક ભરવાની આ પળે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌનો સ્નેહ સદાય પ્રાપ્ત થતો રહેશે-એનો મને વિશ્વાસ છે !!