મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ.
મા ભારતીની આઝાદી કાજે બલિદાન આપનાર સર્વ વીર શહીદોનું પુણ્ય સ્મરણ કરી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી પાઠવી ત્યારે આંખો ભીની થઇ ગઇ. આજે આપણાં આઝાદ ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે ત્યારે ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. અધિકાર જ નહીં, કર્તવ્યને પણ ધ્યાનમાં રાખી ભારતનાં નાગરિકો, યુવાનો વિકસિત ભારતનાં નિર્માણમાં પોતાનું મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે.
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મિડીયાનાં ભાઇ-બહેનો સાથે સંવાદ સાધી શુભેચ્છાઓ પાઠવી.