ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગાંધીનગર ખાતે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના 29મા દ્વિવાર્ષિક સંમેલનનો શુભારંભ કરાવ્યો એ પ્રસંગે હાજર રહેવાનું સૌભાગ્ય અને ગૌરવ સાંપડ્યું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ દેશભરમાંથી આવેલ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં.