ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આપણો દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે, પ્રધાનમંત્રીશ્રીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં ૯ વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ વડોદરા ખાતે ભાજપાનાં પાયારૂપ કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવી એમની સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રીનાં નેતૃત્વમાં આપણો દેશ વિશ્વનાં મજબૂત દેશોમાં સ્થાન પામ્યો છે, છેવાડાનાં માનવી સુધી હરણફાળ ગતિએ વિકાસ પહોંચ્યો છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારોનો બહુમતિ સાથે ભવ્ય વિજય થાય એ માટે કાર્યકર્તાશ્રીઓને આહવાન કર્યું. ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત સેવાનાં સંસ્કારને વિવિધ સેવાકાર્યો થકી દિપાવવા બદલ સૌ કાર્યકર્તાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.