દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા
સેવા પખવાડિયા અંતર્ગત ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાનાં સંયુક્ત ઉપક્રમે રૂપિયા 72 લાખ 72 હજારની રાષિમાંથી 7272 દિકરીઓનાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવામાં આવ્યા, આ પ્રસંગે હાજરી આપી, સર્વ દિકરીઓને આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, ભરૂચ જીલ્લા અધક્ષ શ્રી મારૂતિસિંહ અટોદરિયા,નર્મદા જીલ્લા અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઇ પટેલ, નાયબ દંડક શ્રી દુષ્યંતભાઇ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.