આજે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે તાપી જીલ્લાનાં “શ્રી તાપી કમલમ” કાર્યાલયનું ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો, જ્યારે જ્યારે કાર્યાલયનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કારણ કે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય એ જનસેવા થકી રાષ્ટ્રસેવાનું સાચું સરનામું છે ! તાપી જીલ્લાનાં સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા.