આજે ભરૂચ ખાતે યોજાયેલા બૂથ કાર્યકર્તા સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં સંનિષ્ઠ કાર્યકર્તાઓ જનસેવા અને રાષ્ટ્રસેવા માટે સદાય તત્પર રહે છે ! આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. પાંચ લાખથી વધુની લીડ સાથે બાકી રહેલા પચ્ચીસ કમળો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ભેટમાં આપવા આહવાન કર્યું.