ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન
ઝાંઝરકા ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે જંગી જાહેરસભાને સંબોધી તેમજ ગુજરાત ગૌરવ યાત્રાના ‘ઝાંઝરકાથી સોમનાથ’ના રુટનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, શ્રી અર્જુનરામ મેઘવાલ, કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. ભારતીબેન શિયાળ, અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી મહંત શ્રી શંભુનાથજી ટુંડીયા, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદગીરી ગોસાઈ સહિત પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.