આજે ભૂજ ખાતે કચ્છ જીલ્લા ભાજપા કાર્યાલયનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા, આ સાથે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલના જનસેવા કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું. કેશુભાઇએ “જનસેવા એ જ સંકલ્પ”ને જીવનસૂત્ર બનાવ્યું છે, એમને શુભેચ્છાઓ પાઠવી.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સહિત હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.