આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું
આજે સુરત મહાનગર ખાતે સૌ વકીલો અને શિક્ષકોને રૂબરૂ મળવાનું સૌભાગ્ય મળ્યું, એમની સાથે સંવાદ સાધી ખૂબ આનંદની લાગણી પ્રાપ્ત થઇ. આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સુરત મહાનગર પાલિકાનાં કર્મચારી બહેનોનું સન્માન કરવાનો અવસર મળ્યો અને એમને
અભિનંદન
તેમજ શુભેચ્છાઓ પાઠવ્યા.
ભારતનાં યુવાનોની કેળવણીમાં શિક્ષકોનો ફાળો ખૂબ મહત્વનો હોય છે, સર્વ શિક્ષક ભાઇ-બહેનોને વંદન પાઠવ્યા. સર્વ વકીલ ભાઇ-બહેનોને પણ શુભેચ્છાઓ પાઠવી.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણાવાળા, શ્રી મહેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, સુરત મહાનગર ભાજપા અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, શ્રી પ્રવીણભાઇ ઘોઘારી ઉપસ્થિત રહ્યા.