મોદી ગેરંટી ફળી અને દક્ષિણ ગુજરાતને મળી 44 હજાર કરોડથી વધુ વિકાસકાર્યોની ભેટ…
આજે નવસારીનાં વાસી બોરસી ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે રેલ્વે, રસ્તા, ટેક્સટાઇલ, ઇન્ટરનેટ, કનેક્ટિવિટી, પ્રવાસન સહિત કુલ રૂપિયા 44 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દક્ષિણ ગુજરાતની વિકાસ ગતિને અનેકગણી વધારી આપી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતને આપેલું વચન પાળ્યું. વાસી બોરસી ખાતે પી.એમ.મિત્રા પાર્કનાં કાર્યોનો શુભારંભ કરાવ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે પાંચ એફની વ્યાખ્યા આપેલી-ફાર્મ, ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ટુ ફોરન…આ બધું એક જ જગ્યાએ સાકાર થશે. દેશનો આ પ્રકારનો પ્રથમ ટેક્ષટાઇલ પાર્ક છે, જેને કારણે ગુજરાતમાં લાખો રોજગારીનું નિર્માણ થશે.
આ સાથે પ્રધાનમંત્રી શ્રીએ તાપી રિવર બેરેજનો પણ શિલાન્યાસ કર્યો, જેને કારણે પાણીની સમસ્યા હવે વધુ સરળ બનશે. તાપીનાં કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં મેડ ઇન ઇન્ડિયાની ટેકનોલોજીથી તૈયાર કરાયેલા 2 નવા રિએક્ટર પણ રાષ્ટ્રને સમર્પિત કરાયા.
આ વિકાસકાર્યોની ભેટ બદલ સમગ્ર દક્ષિણ ગુજરાતનાં નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર માનું છું.
મને વિશ્વાસ છે કે-આ વિકાસકાર્યોની મદદથી ગુજરાત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને વધારે મજબૂત બનાવવામાં પોતાનો અમૂલ્ય ફાળો પ્રદાન કરશે.