આજે સુરત મહાનગર ખાતે 25 નવસારી લોકસભામાં સમાવિષ્ટ થતા ચોર્યાસી, મજૂરા અને ઉધના મત વિસ્તારનાં કાર્યકર્તા સ્નેહ મિલન સમારંભમાં સૌ કાર્યકર્તાશ્રીઓને સંબોધિત કરી અનેરી ઉર્જાનો અનુભવ કર્યો. આગામી લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તૈયાર છે, સૌને પૂરા જોશ, ઉમંગ અને ઉર્જા સાથે લોકસભા ચૂંટણીનાં આયોજનમાં જોડાઇ જવા આહવાન કર્યું.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની મોદી ગેરંટી પર સૌને વિશ્વાસ છે, અત્યાર સુધી એમણે જે પણ વચનો આપ્યા-સૌ વચનોને પૂર્ણ કર્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં ‘અબ કી બાર ૪૦૦ પાર’ નો સંકલ્પ તો સાકાર થશે જ પણ ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતશે-જેનો મને પૂર્ણ વિશ્વાસ છે !!