9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં… 9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…
9 વર્ષ પરિવર્તનના, 9 વર્ષ સુશાસનનાં…
9 વર્ષ વિકાસનાં, 9 વર્ષ સંકલ્પનાં…
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ‘સંપર્કથી સમર્થન’ અભિયાન અંતર્ગત આજે પારસી રંગભૂમિનાં માનનીય અભિનેતા પદ્મશ્રી યઝદીભાઇ કરંજીયાનાં નિવાસ્થાને મુલાકાત લઇ એમને કેન્દ્ર સરકારનાં સેવા અને વિકાસ કાર્યો વિશે માહિતી આપી. પારસી રંગભૂમિનાં એનસાયક્લોપિડીયા ગણાતા યઝદીભાઇને મળીને ખૂબ આનંદ થયો.
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત હોદ્દેદારો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.