જૂનાગઢની પુણ્ય ધરા પર જીલ્લા અને મહાનગરનાં બૂથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત યોજાયેલી સોશિયલ મિડીયા કાર્યશાળામાં કાર્યકર્તાશ્રીઓને માર્ગદર્શન પાઠવ્યું. સોશિયલ મિડીયા આજનાં સમયમાં મહત્વની ભૂમિકા ભજવે છે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને સોશિયલ મિડીયાનાં માધ્યમથી જન-જન સુધી પહોંચાડી શકાય છે અને નાગરિકો સાથે સંપર્કમાં રહી એમની સમસ્યાઓ જાણી એનું નિવારણ લાવવામાં પણ સરળતા રહે છે.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, શહેર પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા, જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.