Loading Events

« All Events

31 January, 2026

Start Event Date

January 31 @ 5:00 pm

End Event Date

January 31 @ 6:00 pm
  • This event has passed.

સુરત શહેરનાં વિકાસમાં ઉમેરાઇ નવી પાંખો : આજે લોકાર્પિત થયેલા અને જેમનું ખાતમુહૂર્ત થયું એ વિવિધ પ્રકલ્પો સુરતનાં વિકાસને વધુ વેગવંતો બનાવશે !!

સુરત શહેરનાં વિકાસમાં ઉમેરાઇ નવી પાંખો : આજે લોકાર્પિત થયેલા અને જેમનું ખાતમુહૂર્ત થયું એ વિવિધ પ્રકલ્પો સુરતનાં વિકાસને વધુ વેગવંતો બનાવશે !!
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત મહાનગરપાલિકાના રૂ. 342 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું. આ સાથે કતારગામ વિસ્તારમાં PPP ધોરણે રિડેવલપ થયેલ આવાસોના કામનું લોકાર્પણ પણ કરાયું. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી ઉપસ્થિત રહ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અંતર્ગત સુરત શહેરનો વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. સુરત શહેર સ્વચ્છતાની સાથે-સાથે વિવિધ ક્ષેત્રોમાં દેશમાં મોખરે છે. જનભાગીદારીથી જળસંચય અભિયાનમાં સુરતે અભૂતપૂર્વ પ્રદાન કર્યું છે.
લેક ગાર્ડન, પુસ્તકાલય, અર્બન હેલ્થ સેન્ટર, BRTS કોરિડોર, ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ, આંગણવાડી, સ્પોર્ટ ગ્રાઉન્ડની સાથે-સાથે શિક્ષણ, ડ્રેનેજ, સ્વાસ્થ્યને લગતા વિવિધ પ્રકલ્પ નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે અને સુરતનાં વિકાસને નવી ઉંચાઇ બક્ષશે.