સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી અને તેના આહારમાં ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે, એ અંતર્ગત આજે સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે શ્રી અન્ન મિલેટ્સ ફૂડ ફેસ્ટ યોજાયો, જેમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
મિલેટ્સ સ્વાસ્થ-વર્ધક છે અને આહારમાં એનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે કુકિંગ કોમ્પિટીશનમાં બહેનોએ બનાવેલી મિલેટ્સની જુદી જુદી વાનગીઓનો સ્વાદ માણવાનો સવિશેષ આનંદ મળ્યો.
શ્રી દિનેશભાઇ રાજપુરોહિત, ઉપસ્થિત સર્વ બહેનો અને સૌને અભિનંદન પાઠવ્યા.