સુરતનાં પંડીત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો શુભારંભ કરાવતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
ગુજરાતને પહેલીવાર સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાનીનો લ્હાવો મળ્યો છે, જે અત્યંત ગર્વની વાત છે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરતના સંયુક્ત ઉપક્રમે રમાઈ રહેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના હરમિત, માનવ અને માનુષ પણ રમી રહ્યા છે. એમને અને ભાગ લેનારા સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું