સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને
સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી
સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું છે !
સુરત શહેરનાં નાગરિકોને સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ કેળવી સામાજિક બદનામીની ચિંતા કર્યા વિના તરત જ પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરવા અપીલ કરી. સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે સુરત શહેર પોલીસ જે કામગીરી કરી રહી છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા !!