વડોદરા ખાતે યોજાયેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ નવાણસત્રમાં પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સ્વમુખે કથાનું રસપાન પ્રાપ્ત કરી અતિધન્યતા સભર પળોનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
ભાગવત અતિ મહત્વપૂર્ણ ગ્રંથ છે, કારણ કે એમાં વૈશ્વિકથી લઇ આધ્યાત્મિક જ્ઞાન સમાયેલું છે, આવા જ્ઞાનની પ્રાપ્તિ પરમ સંતોષની અનુભૂતિ આપે છે.
આ પ્રસંગે શહેર પ્રમુખ ડૉ.વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, પ્રદેશ સહ પ્રવક્તા ડો. ભરતભાઇ ડાંગર સહિત હોદ્દેદારો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.