આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આઈ.ટી. સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અમિત માલવીયાજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલી આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગની વિશેષ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન પાઠવ્યું.
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રભારી શ્રી ઉજ્જવલ પારેખજી, શ્રી શશી કુમારજી, પ્રદેશ આઈ.ટી. અને સોશિયલ મીડિયાના કો-ઓર્ડીનેટર શ્રી પંકજભાઈ શુક્લા, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ અને સોશિયલ મીડિયાના પ્રદેશ કન્વીનર શ્રી મનનભાઈ દાણી, આઈ.ટી.ના પ્રદેશ કન્વીનર શ્રી નિખિલભાઈ પટેલ સહિત ઝોન ઇન્ચાર્જ-સહ ઇન્ચાર્જ, પ્રદેશ કારોબારી સભ્યો અને જિલ્લા હોદેદારો ઉપસ્થિત રહ્યાં