માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકારનાં સેવા, વિકાસ અને લોક-કલ્યાણનાં નવ વર્ષ પૂર્ણ થયા.
નવસારી અને સુરત લોકસભા મતવિસ્તારનાં ‘વેપારી તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલન’માં યોજાયેલા સંમેલનમાં ઉપસ્થિત રહી સૌ સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો.
ડાયમંડ, ટેક્સટાઇલ, જ્વેલર્સ, બિલ્ડર અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલા વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોનો સમાજ અને ઉદ્યોગનાં વિકાસમાં સવિશેષ ફાળો રહ્યો છે. સૌને મળીને ખૂબ આનંદ પ્રાપ્ત થયો. સૌ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને નીતિઓ વિશે ચર્ચાઓ કરી.
આ સંમેલનમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોષ, ભાજપ સુરત મહાનગરના અધ્યક્ષ શ્રી નિરંજન ઝાંઝમેરા, મહામંત્રી શ્રીઓ મૂકેશભાઈ દલાલ, કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ અને અન્ય હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.