વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે
વિદ્યાર્થીઓને ગળથૂંથીમાંથી જ “જળ સંરક્ષણ”નાં સંસ્કાર મળે એ હેતુથી આજે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે એકસાથે 210 બોરીંગનાં વોટર રિચાર્જીંગનો શુભારંભ કરી અપાર આનંદ અનુભવ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ “જળ સંરક્ષણ”ને ખૂબ મહત્વ આપી રહ્યા છે અને આવતીકાલ માટે “જળ-સંચય” કરી ભવિષ્યને સુરક્ષિત બનાવી રહ્યા છે ત્યારે આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓને જળ સંચય વિશે માહિતી આપી-વિદ્યાર્થીઓએ “જળ સંચય”નો સંકલ્પ પણ લીધો ! “જળ સંચય-જળ સંરક્ષણ” વિશે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.