વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહ
પરમ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની જયંતિનાં અવસરે સુરત ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા વિજેતા ધારાસભ્યશ્રીઓનો અભિવાદન અને મતદારોનો ઋણ સ્વીકાર સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો. ગુજરાત વિધાનસભામાં પ્રચંડ જીત મેળવ્યા પછી કાર્યકર્તાશ્રીઓની જવાબદારી વધી છે. સૌ નવનિયુક્ત ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓને અભિનંદન પાઠવ્યા અને મતદાતાશ્રીઓને નતમસ્તક વંદન કર્યા.
આ સમારોહમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘવાલા ઉપસ્થિત રહ્યાં.