નવસારી જીલ્લાનાં બિલીમોરા રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને લોકાર્પિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી. રેલ્વે ઓવરબ્રીજ અને પાર્ટી પ્લોટને કારણે બિલીમોરાનાં નગરજનોની સુખાકારી અને સુવિધામાં ઉમેરો થયો છે.
રાજ્ય સરકારના મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ શ્રીનરેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, કલેકટરશ્રી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.