માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ વચ્ચે સુરત જીલ્લાનાં પૂણા વિસ્તારમાં યોજાયેલી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”માં ઉપસ્થિત રહી સર્વ લાભાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમા રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સુરત શહેરના પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, શાસક પક્ષના નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ તેમજ મહામંત્રીશ્રીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.