લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ
જનસેવા એ જ ભારતીય જનતા પાર્ટીનાં મૂળભૂત અને પાયાનાં સંસ્કાર રહયા છે. લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલનાં માર્ગદર્શન હેઠળ મારા જન્મદિવસની આગોતરી ઉજવણી નિમિત્તે લિંબાયત વિધાનસભામાં મહા રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ જેમાં આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનું ઓપરેશનનો પણ સમાવેશ થાય એવા ઉમદા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું, આ પ્રસંગે ઉપસ્થિત રહી ખૂબ આનંદ થયો. આપ સૌ સ્નેહને હૃદયપૂર્વક વંદન કરું છું.
આ સાથે આયુષ્યમાન- ભારત કાર્ડ અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ-2013 ( NFSA )હેઠળ રેશનિંગ કાર્ડ માં નવા અનાજ લેવા માટેની સુવિધા મેળવવા માટેનો કેમ્પ પણ યોજાયો.
બહુ મોટી સંખ્યામાં આ કેમ્પનો નાગરિકોએ લાભ લીધો. હું ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રીઓ મનુભાઇ પટેલ, સંદિપભાઇ દેસાઇ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, કોર્પોરેટરશ્રીઓ, સર્વ કાર્યકર્તાશ્રીઓ અને કેમ્પમાં ભાગ લેનાર સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.