રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય
હિંદવા સૂરજ મહારાણા પ્રતાપજીની જયંતી નિમિત્તે જામનગર શહેર અને જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં જોડાયેલા સર્વને શુભેચ્છાઓ પાઠવ્યા. “રક્તદાન” જેવું મહાદાન કરનાર સર્વ રક્તદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો.
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પૂર્વ મંત્રી શ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત હોદ્દેદારો, ધારાસભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં.