રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત
મોદી સરકારના કેન્દ્રમાં 9 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટના ગોંડલ ખાતે યોજાયેલી વિશાળ જનસભાને સંબોધિત કરી કાર્યકર્તાશ્રીઓ અને નગરજનો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કરેલા સેવાકાર્યોનો લાભ માત્ર દેશને જ નહીં, વિદેશને પણ મળી રહ્યો છે. સેવા એ ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કાર રહ્યા છે, ઉપસ્થિત સૌ કાર્યકર્તાશ્રીઓ અને જનતા જર્નાદનનો આભાર વ્યક્ત કર્યો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલી આ જનસભામાં પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શ્યામ જાજુજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ, આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.