રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ
રક્ષા બંધનનાં પાવન પર્વ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની રક્ષા કાજે અને એમનાં 73મા જન્મ દિવસ નિમિત્તે ગુજરાતની હજ્જારો બહેનો દ્વારા 73,000થી વધુ રાખડીઓ તૈયાર કરાઇ.
આ રાખડીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અર્પણ કરવા આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે યોજાયેલા વિશેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહિલા મોરચાની બહેનોને અભિનંદન પાઠવ્યા. એમની રાખડીઓનાં પવિત્ર બંધનનો સહૃદય સ્વીકાર કરી ઇશ્વરને એમની સુખાકારી માટે પ્રાર્થના કરી.
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રીમતી દીપિકાબેન સરડવા, મહિલા મોરચાનાં મંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.