“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!
“મોદી….મોદી” ચારેબાજુ બસ એક જ અવાજ
અબ કી બાર ફિર સે મોદી સરકાર !!!!
“સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિમાંથી હું જે કંઇપણ શીખ્યો એ બધું મને દિલ્હીમાં દેશની સેવામાં કામ લાગી રહ્યું છે. મારું એક જ સ્વપ્ન છે 2047માં આપણું ભારત વિકસિત ભારત બને….140 કરોડ દેશવાસીઓનાં સ્વપ્નોને પૂર્ણ કરવા માટે મને જનતાનાં આશીર્વાદ જોઇએ છે. દેશભરમાંથી તો આશીર્વાદ મળે જ છે-પણ જ્યારે સરદાર વલ્લભભાઇ પટેલજીની ભૂમિ આશીર્વાદ વરસાવે ત્યારે ચાર-ચાંદ લાગી જાય…હું ગુજરાતની ધરતી પાસે આશીર્વાદ માંગવા આવ્યો છું….!” આણંદ ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સભામાં આપણાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ હજી તો આટલું જ બોલ્યા-ત્યાં
ઉપસ્થિત વિશાળ જનમેદનીએ “મોદી…મોદી”નાં નારાથી પ્રધાનમંત્રીશ્રીની વાતને વધાવી લીધી !!!
આ પ્રસંગે ઉપસ્થિત રહી મોદીમય ગુજરાતને માણવાનું સૌભાગ્ય સાંપડ્યું !!! ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગુજરાતનાં ભાઇ-બહેનોએ મોદીજી પર ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા !!