આજે નવરાત્રિનાં પ્રારંભે રાજકોટ મહાનગર ખાતે મા નવદુર્ગાનાં પૂજનમાં ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મા દુર્ગાને સમસ્ત જનની સુખાકારી માટે પ્રાર્થના કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી દેશભરમાં ચાલી રહેલા “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશમાં માટી અર્પણ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું.
સાંસદશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ડૉ ભરતભાઈ બોઘરા, શહેર પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ડૉ દર્શિતાબેન શાહ, રાજકોટ શહેરના મેયર શ્રી નયનાબેન પેઢડીયા, પદાધિકારીશ્રીઓ,શહેર મહામંત્રીશ્રીઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.