માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરત ખાતે જીલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું.
નાગરિકોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાપૂર્વક અને સુવિધાપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એ માટે આ અદ્યતન ભવનનું નિર્માણ કરાયું છે.
આ ભવન પોતાનાં પ્રશ્નોની રજૂઆત લઇને કે સરકારી સેવા કે યોજનાનો લાભ લેવા માટે આવતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો કરશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘ગ્રીન ઇન્ડિયા’નાં સંકલ્પને સાકાર કરવા સુરત જીલ્લા પંચાયતનાં આ ભવનમાં સોલર પેનલ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગની સુવિધાઓ પણ છે.
દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી ફરી શરૂ થાય એ માટે રાજ્ય સરકારે 30 કરોડની ગ્રાન્ટ આપવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત 5 કરોડનો ચેક આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અર્પણ કર્યો-આ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું. હવે વ્યારા સુગરમાં પ્લાન્ટનું કામ ખૂબ ઝડપથી શરૂ થશે.
આ પ્રસંગે રાજ્ય સરકારનાં મંત્રીશ્રીઓ કનુભાઇ દેસાઇ, બચુભાઇ ખાબડ, હર્ષભાઇ સંઘવી, પ્રફૂલભાઇ પાનસેરિયા, કુંવરજીભાઇ હળપતિ, ધારાસભ્યશ્રીઓ ગણપતભાઇ વસાવા, સંદિપભાઇ દેસાઇ, અરવિંદભાઇ રાણા, પ્રવીણભાઇ ઘોઘારી, સુરત જીલ્લા પ્રમુખ શ્રી ભરતભાઇ રાઠોડ, સુમુલ ડેરીનાં ચેરમેન શ્રી માનસિંહભાઇ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.