માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં જન્મદિવસ નિમિત્તે આવતીકાલે સાંજે 6.30 કલાકે સુરત મહાનગરનાં ઇનડોર સ્ટેડિયમ ખાતે દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનાં ઋણ સ્વીકારનો એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં સર્વોત્તમ શહેરનું બિરૂદ પ્રાપ્ત થયું- આ બિરૂદ પાછળ જેમનો અથાક પરિશ્રમ છે એવા સ્વચ્છતા દૂતો અને શહેરીજનોના અભિવાદન અને ઋણ સ્વીકાર માટે આ ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કૈલાશ ખેર લાઇવ પરફોર્મન્સ આપશે.
આજે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું, જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પાઠવ્યા.