માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે,
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં દેશભરમાં “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી આ યાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર સાંપડ્યો.
જ્યારે જ્યારે તિરંગાને લહેરાવવાની ધન્યતા સાંપડે છે, ત્યારે ત્યારે સમગ્ર અસ્તિત્વમાં એક અનેરી ઉર્જા અનુભવાય છે. આજે યોજાયેલી આ યાત્રામાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. આનંદ અને ગર્વની વાત એ છે કે આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. આજનાં યુવાનોને દેશભક્તિના રંગે રંગાયેલા જોઇ ખૂબ આનંદ અનુભવાય છે.
આ યાત્રા સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ “હર ઘર સ્વચ્છતા” પર પણ ભાર મૂક્યો છે. આ યાત્રામાં જોડાયેલા સૌએ સ્વચ્છતાનો સંકલ્પ લીધો !