માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નાગરિકોને પાક્કું ઘર મળી રહે એ સંકલ્પને સાકાર
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નાગરિકોને પાક્કું ઘર મળી રહે એ સંકલ્પને સાકાર કરવાનાં હેતુથી રાજ્ય સરકારશ્રીની જાહેર આવાસોને પુનઃ વિકાસ યોજના 2016નાં અમલીકરણનાં ભાગરૂપે આજે સુરત મહાનગરપાલિકામાં આંજણા ટી.પી સ્કીમ નં. 7 ફા.પ્લોટ નંબર. 188 પૈકી માનદરવાજા ખાતે 1312 ટેનામેન્ટ, ફાયર સ્ટેશન, નગર પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી સહિતનાં વિવિધ રિડેવલપમેન્ટ કામોનું ખાતમૂહર્ત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવી.
ટેનામેન્ટના નવીનીકરણનાં કાર્યોમા જેટલી ખુશી સૌને છે એ બધાનો સરવાળો કરો એટલો આનંદ મને છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે કામ કરે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.