માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય”
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં “જનભાગીદારીથી જળસંચય” આંદોલન એક મહાક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. આજે કચ્છનાં અબડાસા તાલુકાનાં ભારાપર ગામે ગ્લોબલ કચ્છ પ્રેરિત શ્રી ભારાપર ભાનુશાલી મહાજન અને શ્રી ભારાપર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ‘ત્રિવેણી ઉત્સવ’ પ્રસંગે ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
કચ્છ એ પ્રદેશ છે, જે એક સમયે સૂકા પ્રદેશ તરીકે ઓળખાતો હતો, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે કચ્છની કાયાપલટ કરી અને આજે કચ્છ ગુજરાતનો “પાણીદાર” પ્રદેશ બન્યો છે. આજે એ જ કચ્છે જનભાગીદારીથી જળ સંચયનો સંકલ્પ લઇ સમગ્ર દેશને પ્રેરણા પૂરી પાડી છે.