રેલ, રોડ, જળ, ટેકનોલોજી, રાષ્ટ્રીય સુરક્ષા, પ્રવાસન અને શહેરી વિકાસ સહિતનાં આ વિકાસકાર્યો થકી વિકસિત ભારતનાં સંકલ્પમાં ગુજરાત પોતાનું અનેરૂં યોગદાન આપી શકશે. વિકસિત ભારતનાં સંકલ્પને વધુ વેગ મળશે.
માનનીય પ્રધાનમંત્રીશ્રીનાં સ્વાગત માટે ખૂબ મોટી સંખ્યામાં બાળકો, યુવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા, માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સૌને સંબોધતા કહ્યું કે-દુનિયાભરમાં સ્વાગત થાય અને પોતાનાં ઘરે સ્વાગત થાય એનો આનંદ જુદો જ હોય છે !!
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મંત્રીશ્રીઓ અને તરભ ધામનાં મહંત શ્રી જયરામગીરી બાપુ ઉપસ્થિત રહ્યા.